BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
ઇબોલાનો પ્રકોપ : 'દર 30 મિનિટે એક મોત', આ દેશમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
15 મેના રોજ તેની જાહેરાત કરવામાં આવી ત્યારથી લઈને ડીઆર કૉંગોમાં કુલ 2,325 લોકો ઇબોલાના વાઇરસથી મૃત્યુ પામ્યાં છે, જે દેશના અગાઉના 2018-2020ના પ્રકોપના મૃત્યુઆંકને વટાવી ગયો છે.
ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કેમ લીધો? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
સદી પહેલાં એક જહાજે ખેડેલી દરિયાઈ સફરથી કેવી રીતે 'અલ-નીનો' વિશે જાણવા મળ્યું?
પ્રશાંત મહાસાગરમાં વર્ષોથી જે કરંટ છે તેને સમજવા માટેનો પાયો એ વિલિયમ સ્કોર્સબાય નામની રિસર્ચ શિપે નાખ્યો હતો. એવું કહી શકાય કે આ પાયો નખાયો તેના કારણે જ આપણી પાસે આજે આટલી માહિતી છે.
જોડિયા વરરાજા, જોડિયા દુલ્હનો અને લગ્ન કરાવનારા પણ જોડિયા -આવાં લગ્ન કેવી રીતે થયાં?
કેરળનો એક અનોખાં લગ્નનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેમાં ચાર જોડિયાં દંપતિ સામેલ છે. આ વિશેષ લગ્ન કેવી રીતે પાર પડાયાં અને યોજના કેવી રીતે ઘડાઈ હતી?
વીડિયો, ‘અમારી રોટલી આંચકીને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે...’ - કેન બેતવા પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા લોકો શું કહી રહ્યા છે? , અવધિ 7,00
મધ્ય પ્રદેશના છતરપુરમાં ચાલી રહેલું વિરોધપ્રદર્શન માત્ર તેની માગ પણ તેના વિરોધની અલગ રીતને લઇને પણ ચર્ચામાં છે.
'તણખલુંય ઊગ્યું નથી', દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઊઠી છે. ખેડૂતો શું કહી રહ્યા છે?
ભારત સામેની એ મૅચ જેમાં પાકિસ્તાનની હાર નક્કી થઈ ગઈ અને સલીમ મલિકે બાજી બગાડી દીધી
આ ઇનિંગમાં સદી કે બેવડી સદી નહોતી લગાવાઈ એમ છતાં પણ તેને વન-ડે ઇતિહાસની યાદગાર ઇનિંગ્સ પૈકી એક ગણવામાં આવે છે.
કપાસની સિઝન પહેલાં જ ભારતમાં કપાસના મોટા મોટા ઢગલા કેમ પડ્યા છે, ખેડૂતો માટે શું સંકેત છે?
એક બાજુ ખેડૂતોનો નવો કપાસ બજારમાં આવવાને આડે માંડ દોઢ મહિનો બાકી છે તો બીજી તરફ કૉટન ઍસોસિએશન ઑફ ઇન્ડિયા (સીએઆઈ)એ 11 ઑગસ્ટ, 2026ના રોજ કપાસ વર્ષ 2025-26નું કપાસનું સરવૈયું જાહેર કર્યું અને જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે ભારતમાં કપાસનો ઍન્ડિંગ સ્ટૉક એટલે કે 2025-26ના વર્ષની બંધ થતી સિલક 93.59 લાખ ગાંસડી રહેશે.
કૅનેડાના લોકો અમેરિકાના પ્રવાસનો બહિષ્કાર શા માટે કરી રહ્યા છે, અમેરિકાને કેટલું નુકસાન થઈ રહ્યું છે?
કૅનેડાના લોકોના બહિષ્કારના કારણે ગયા વર્ષે અમેરિકાને પ્રવાસનથી થતી આવકમાં લગભગ 3.3 અબજ ડૉલરનું નુકસાન થયું. આ બહિષ્કારની અસર ઘણાં અમેરિકન શહેરો અને રાજ્યોના પર્યટન પર પણ પડી છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
UPI : ભારતે દુનિયાનો સૌથી મોટો ડિજિટલ પેમેન્ટનો ચમત્કાર સર્જ્યો, પણ હવે વેપારીઓ પર શું જોખમ છે?
આવી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુ.પી.આઈ.) મારફતે ચૂકવણી હવે મોટાભાગના ભારતીયો માટે રોજિંદી જિંદગીનો એક સામાન્ય હિસ્સો બની ગઈ છે. પણ હવે તેમાં બદલાવ આવી શકે છે.
પ્રેમ થયા પછી યુગલને શંકા જાગી કે, 'અમે ક્યાંક ભાઈ-બહેન તો નથીને?' - આખરે તેમને શું જાણવા મળ્યું?
પેરિસમાં જ્યારે તેઓ ઓડ્રેના પ્રેમમાં પડ્યા, ત્યારે આ વિષય તેમના માટે વધુ મહત્ત્વનો બની ગયો, કારણ કે, ઓડ્રેનો જન્મ પણ આ રીતે સ્પર્મ ડૉનરની મદદથી જ થયો હતો. ઓડ્રે તેમના સંબંધને પહેલી નજરના પ્રેમ તરીકે વર્ણવે છે. પણ શું આ આકર્ષણ માટે ખરેખર પ્રેમ કારણભૂત હતો કે પછી જિનેટિક કારણ જવાબદાર હતું? આ સવાલ પણ ઝળૂંબતો હતો.
'કમર પર પકડ અને ખભા પર જવાબદારી', પુરુષોનાં મનાતાં કામને સહજ રીતે પાડતાં 'વાયરવુમન' જ્યોતિની કહાણી
વીજ વિતરણ વ્યવસ્થામાં ફિલ્ડ પરનું કામ ઘણા દાયકાઓથી પુરુષોનું અધિકારક્ષેત્ર માનવામાં આવતું હતું. થાંભલા પર ચઢવું, ફ્યૂઝ બદલવા, તૂટેલી લાઇનોની મરામત કરવી અથવા વરસાદ અને વાવાઝોડામાં બહાર નીકળી વીજ પુરવઠાને ફરી સામાન્ય કરવો, આ પ્રકારનાં કામોમાં મહિલાઓ બહુ ઓછી જોવા મળતી હતી.
પેનિસ ફિલર્સ શું છે અને લિંગના આકારમાં ફેરફારનો ટ્રેન્ડ કેમ વધી રહ્યો છે?
જેસનને "કોક કૈન" જોઈતું ન હતું, જે તે લિંગ (પેનિસ)નું નિકનેમ છે જેને એટલા બધા ફિલર્સથી મોટું કરવામાં આવ્યું છે કે તે એક જાડા ડ્રિંક કેન જેવું દેખાય છે.
ડીપફેક : AI દ્વારા બનાવેલો અસલી કે નકલી ચહેરો કેવી રીતે ઓળખવો, જાણો આસાન રીતો
એ.આઈ.ના બનેલા ચહેરા ઓળખવામાં આવતી મુશ્કેલીનાં પરિણામો આપણા સૌના રોજિંદા જીવનને અસર કરે છે. ત્યારે સવાલ એ છે કે તમે સાચા માણસનો ચહેરો અને એ.આઈ. દ્વારા બનાવેલો ચહેરો કઈ રીતે ઓળખી શકો?
ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો અને નવજાત બાળકીનું અપહરણ કર્યું, એ પછી શું થયું?
વાસ્તવિક ઘટનાઓ પર આધારિત અને ચિલીનાં દિગ્દર્શક માઈતે અલ્બેરડી દ્વારા દિગ્દર્શિત નવી ડોક્યુડ્રામા ફિલ્મ "અ ચાઈલ્ડ ઑફ વન્સ ઓન"માં એક યુવાન મેક્સિકન મહિલાના ઊચ્ચ કક્ષાના કેસની વાત કરવામાં આવી છે. એ મહિલાએ માતા બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આત્યંતિક પગલાં ભર્યાં હતાં.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઝરદારીએ 'અખંડ ભારત' વિશે એવું શું કહ્યું કે જાવેદ અખ્તરે જવાબ આપ્યો?
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ‘અખંડ ભારત’ની કલ્પના અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે “ભારતના લોકો અખંડ ભારતમાં વિશ્વાસ રાખે છે”, જ્યારે પાકિસ્તાનના મુસ્લિમો સહનશીલતામાં વિશ્વાસ રાખે છે. તેમણે પાકિસ્તાનમાં રહેતા હિંદુ સમુદાય અંગે પણ દાવો કર્યો કે ત્યાં આશરે 4 ટકા હિંદુ વસ્તી છે અને તેમને અન્ય લોકોની જેમ જ સ્વતંત્રતા પ્રાપ્ત છે.
પાંચ દલિતોની કતલમાં ચાળીસે ચાળીસ આરોપીઓ મુક્ત, 'તો હત્યા કોણે કરી?'
રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2015માં ખેતરમાં કામ કરી રહેલા એક દલિત પરિવારના પાંચ લોકોની હત્યા કરી દેવાઈ અને લગભગ એક ડઝન કરતાં વધુ લોકો ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા હતા. હવે 11 વર્ષ બાદ આ મામલામાં ગત 5 ઑગસ્ટના રોજ મેડતા એસસી-એસટી સ્પેશિયલ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે ને 40 આરોપીઓને મુક્ત કરી દીધા છે.
લાહોરના ઘરના હિન્દુ માલિકે જ્યારે મુસ્લિમ કબજેદારને પત્ર લખ્યો, ભારતના ભાગલાની ભાવુક કહાણી
આ પત્ર ધ્યાનપૂર્વક વાંચો અને એ પણ યાદ રાખો કે આ પત્ર એક એવા હિંદુએ લખ્યો હતો, જેને 1947ના વિભાજન દરમિયાન લાહોર છોડીને જલંધર આવવું પડ્યું હતું.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































