BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
અમેરિકા-ઈરાન સમજૂતી : એ ત્રણ બાબતો, જે બંને દેશ વચ્ચેના કરારને પાટા પરથી ઉતારી શકે છે
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામને આગળ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર થઈ ગયા છે. આ કરાર અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ શરૂ થયાના ચાર મહિના બાદ આવ્યો છે. નિષ્ણાતો અનુસાર, ત્રણ સૌથી મોટાં જોખમ છે, જે વાતચીતને પાટા પરથી ઉતારી શકે છે.
પાવાગઢ ડુંગર પર પથ્થરો ધસી પડતાં બે લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ગુજરાત : ખેડૂતો પાસેથી જમીન ખરીદ્યા કે સંપાદન કર્યા વગર ખાનગી કંપનીઓ વીજળીના થાંભલા ઊભા કેમ કરી શકે છે?
છેલ્લા એક અઠવાડિયાથી મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો અદાણી ગ્રૂપની હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની દ્વારા તેમની જમીનોમાં વીજળીના વહન માટેની લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો પાસેથી જમીન ખરીદ્યા કે સંપાદન કર્યા વગર ખાનગી કંપનીઓ વીજળીના થાંભલા ઊભા કેમ કરી શકે છે?
EPFO 3.0 : પ્રોવિડન્ટ ફંડમાંથી એક સાથે 100 ટકા રકમ કેવી રીતે ઉપાડી શકાશે?
લાંબા સમયથી જેની રાહ જોવાય છે તે ઇપીએફઓ 3.0 સિસ્ટમ આગામી સમયમાં લાગુ થવાની છે. તેનાથી પ્રોવિડન્ટ ફંડ ઉપાડવાનું કામ કેટલું સરળ બનશે તે જાણો.
ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ, પણ ચોમાસું હજુ સુધી કેમ નથી બેઠું?
ચોમાસાની પ્રારંભિક આગાહીઓ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી, જોકે, બાદમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાની વાતો બાદ ચોમાસું રાજ્યમાં તેની સામાન્ય તારીખ પણ ચૂકી ગયું અને હવે ચોમાસું મોડું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
વીડિયો, ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે, અવધિ 2,34
વાત ગેમિંગની દુનિયાની. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઑનલાઇન ગેમિંગમાં લગભગ અડધી ગેમર્સ મહિલાઓ છે. મિડલ ઇસ્ટમાં પણ ઘણા મહિલાઓ ગેમિંગ કરે છે.
શું માત્ર ઇથેનોલથી કાર અને બાઇક દોડી શકશે, સરકાર ઇથેનોલના ઉપયોગને શા માટે આટલું મહત્ત્વ આપી રહી છે?
આમ તો ઇથેનોલ પહેલેથી જ વાપરવામાં આવી રહ્યું છે, પણ તે સીધે-સીધું ઉપયોગમાં ન લેવાતાં તેને ચોક્કસ માત્રામાં પેટ્રોલ સાથે ભેળવવામાં આવે છે.
ગુજરાત સહિત ભારતની હજ્જારો 'પેપર પાર્ટી'ઓ જેમને મળે છે રાષ્ટ્રીય પાર્ટીઓ કરતાં પણ વધુ રાજકીય દાન
કોલકાતાથી આશરે એકાદ કલાકના અંતરે આવેલું આ અંતરિયાળ સ્થળ રાતોરાત રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બની ગયું હતું. આ ઇમારત નૅશનાલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઇ)નું હૅડક્વાર્ટર છે. હજુ એક દિવસ પહેલાં સુધી આ પક્ષનો રાજકીય ઇતિહાસ 2023ની ત્રિપુરાની વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી ચૂંટણી લડવા પૂરતો જ સીમિત હતો.
'દિવસમાં ચાર પુરુષો સાથે સેક્સ કરતી', પતિના કહેવા પર અજાણ્યા પુરુષો સાથે સેક્સસંબંધ બાંધનાર મહિલાને શું અનુભવ થયો?
રૂથને તેમને તેમના ભૂતપૂર્વ પતિ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. પરંતુ તેઓ યુકેની સૌથી મોટી સ્વિંગિંગ વેબસાઇટને પણ એટલી જ દોષી ગણે છે. તેમનું કહેવું છે કે આ વેબસાઇટે તેમને સેંકડો એવા પુરુષો સુધી પહોંચાડી, જેઓ પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહી શકે છે.
ભારત/વિદેશ
અઝીઝનબાઈ : જેમણે 1857માં ક્રાંતિકારીઓની મદદ કરી, અંગ્રેજોએ મોતની સજા આપી
કાનપુરનાં આ અઝીઝનબાઈએ ભારતમાં 1857ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. પછીથી અઝીઝનબાઈને ક્રાંતિકારીઓની મદદ કરવાના ગુના બદલ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મૃત્યુની સજા આપી દીધી હતી. અઝીઝનબાઈની કહાણી વેબ સિરીઝ 'હીરામંડી'ના બિબ્બોજાન પાત્ર સાથે સામ્ય ધરાવે છે. જોકે, 'હીરામંડી'ની કહાની અલગ છે.
અવકાશમાં બાળકોને જન્મ આપી શકાશે? વિજ્ઞાનીઓએ આપ્યો આ જવાબ
ગત મે માસમાં નાસાએ 20 અબજ ડૉલરના ખર્ચે પરમાણુ અને સૌર ઊર્જા દ્વારા સંચાલિત એક કાયમી મૂન બેઝ ઊભો કરવાના કાર્યક્રમની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. અવકાશ સંસ્થા ઇચ્છે છે કે, 2032 સુધીમાં માણસો ચંદ્ર પર "સેમી-પર્મેનન્ટ" (અર્ધકાયમી) ઘરોમાં રહી શકે.
જી-7માં મોદી-ટ્રમ્પ મુલાકાત: બંને દેશના વિવાદો વચ્ચે થયેલી આ મુલાકાતથી ભારતને શું મળ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક વર્ષ કરતાં વધુ સમય પછી 17 જૂનના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ બેઠક G-7 સમિટની દરમિયાન થઈ હતી, જ્યાં યજમાન દેશ ફ્રાન્સે બ્રાઝિલ, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયા અને ભારતને આમંત્રણ આપ્યું હતું.
ભારત કેવી રીતે 'આત્મનિર્ભરતા'થી વિશ્વનો સૌથી મોટો ખાદ્ય તેલ આયાતકાર બન્યો?
માર્ચ 2026માં પૂરા થતા નાણાકીય વર્ષમાં ભારતે ખાદ્ય તેલની આયાત પર લગભગ 19.5 બિલિયન ડૉલર ખર્ચ કર્યા છે. 2025-26માં ભારત વૈશ્વિક વનસ્પતિ તેલની આયાતનો લગભગ પાંચમો ભાગ હતો, જેનાથી તે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ બની ગયો.
ઉદ્ઘવ ઠાકરેની શિવસેના 'તૂટવાની અણિ' પર, 'સાંસદોમાં વિભાજન'ની ચર્ચા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી અને શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વાર પાર્ટીમાં વિભાજનનો સામનો કરવો પડી શકે છે.
બીબીસી ગુજરાતી અને જિયોની પાર્ટનરશિપ, આખા ભારતના ઑડિયન્સને મળશે બીબીસીનું વિશ્વાસપાત્ર કૉન્ટેન્ટ
બીબીસીએ જિયો ટીવી અને જિયો પ્લસ ટીવીની માલિકી હક ધરાવતી કંપની જિયો મીડિયા લિમિટેડ સાથે કરાર કર્યો છે. આ કરાર હેઠળ બીબીસી ન્યૂઝ ગુજરાતી, બીબીસી ન્યૂઝ હિન્દી અને બીબીસી ન્યૂઝ મરાઠીને જિયો કનેક્શનવાળાં ટીવી અને મોબાઇલ ઍપ પર જોઈ શકાશે.
પંજાબમાં થયેલા કેટલાક હુમલાની જવાબદારી લેનાર તહરીક-એ-તાલિબાન હિંદુસ્તાન નામનું રહસ્યમય ઉગ્રવાદી જૂથ શું છે?
પાકિસ્તાનની સરહદ પાસે થયેલા ઘાતક હુમલા પછી નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) સહિતના ભારતીય અધિકારીઓ એક નવા ઉગ્રવાદી જૂથની તપાસ કરી રહ્યા છે. ભારતના પંજાબમાં બે પોલીસકર્મીની હત્યાના હુમલાની જવાબદારી સ્વીકાર્યા પછી તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન (ટીટીએચ) નામનું આ જૂથ ચર્ચામાં આવ્યું છે.
ગુજરાતમાં 'કાચના તાંતણે' કરોડો રૂપિયાનાં વહાણ કઈ રીતે બનાવાઈ રહ્યાં છે?
વહાણવટા અને લાકડાના વહાણના નિર્માણ માટે જાણીતા સલાયા બંદરમાં હાલ ચાર વહાણ એવાં બની રહ્યાં છે જેમાં લાકડાના બદલે ગ્લાસ-ફાઈબર રિઇન્ફોર્સડ પ્લાસ્ટિક (ટૂંકમાં એફ.આર.પી.) વાપરવામાં આવી રહ્યું છે.
ઑસ્ટ્રેલિયા : 'લૉટરી' વિઝા શું છે, જેના માટે '7 બેન્ડ' લાવવાની જરૂર નથી
ઑસ્ટ્રેલિયન સરકારે ફરી એકવાર યુવાનો માટે 'લૉટરી' વિઝા એટલે કે વર્ક અને હૉલિડે વિઝાની જાહેરાત કરી છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































